નુસરતુલ ઉમ્મત વેલ્ફર ટ્રસ્ટ
ગામ=બાદરગઢ
સ્થાપના=જાન્યુઆરી 2021
Nusratul Ummat Welfare Trust
Village = Badargarh
Establishment=January 2021
સને 2021 પેહલી જાન્યુઆરી ના આ એક ટ્રસ્ટ
ની સ્થાપના કરાઈ હતી.
દર મહિને થોડી થોડી
લીલ્લાહ રકમ ટ્રસ્ટ ના નામે
જમા કરવામાં આવતી હતી.
બે વર્ષ પૂર્ણ થયા પછી એક
સારી રકમ ભેગી થઈ ત્યારે જાન્યુઆરી 2024 થી જરૂરત
મંદ લોકોને મદદ શરૂ કરવામાં આવી. અલ્લાહના ફઝલ થી
અત્યાર સુધી લગભગ
₹ ૩,૪૯,૨૮૭
થી મદદ કરવામાં આવેલ છે.
જેની વિગત આ પ્રમાણે છે.
(૩૫) દર્દીઓ માટે મેડિકલ
સહાય ખર્ચ ₹ ૧,૯૪,૦૦૦
(૬૫) જરૂરતમંદ માટે રાશન
સહાય ખર્ચ ₹ ૧,૩૭,૪૯૭
નોટબુક/શિક્ષણ સહાય
ખર્ચ ₹ ૧૭,૭૯૦
ટોટલ _______________________
૩,૪૯,૨૮૭
જાન્યુઆરી 2024 માં
કેટલાક નવા મેમ્બરો જોડાયા.
જેઓ દર મહિને પોતાના
હેસિયત પ્રમાણે આ ટ્રસ્ટ ને
મદદરૂપ બને છે. અલ્લાહ પાક
તેઓને સારો બદલો
આપે.........
આ ઉપરાંત રમઝાન
માસ અથવા કોઈ પણ સમયે
ઝકાત સદકા વગેરે પણ જમા
કરીને જરૂરતમંદ લોકોને મદદ
કરવામાં આવેલ છે.
અમારી આગળની યોજનાઓ
અત્યાર સુધી ગરીબ અને એકદમ
જરૂરતમંદ લોકો ને જ્યારે પણ
દવા તથા ઓપરેશન ને લગતું
₹ ૫૦૦૦૦/ કે વધારે ખર્ચ હોય ત્યારે ટ્રસ્ટ ના મેમ્બરો ના મશ્વરા
થી ૧૫% સુધી ની મદદ
(વધારે થી વધારે ₹૧૫૦૦૦)
કરવામાં આવતી હતી . હવે
અમારું લક્ષ્ય ૩૦% સુધી નુ છે
અને બાદરગઢ ગામ માટે બીજા
પણ યોજનાઓ છે.
અમારી આગળ ની યોજનાઓ
(૧) બીમાર લોકોને મેડિકલ સહાય
(૨) વિધવાઓ ને માસિક રાશન
સહાય
(૩) ગરીબ વિદ્યાર્થીઓને ફીસ
તથા બુક્સ સહાય
(૪) જોબલેસ ઘરો ને માસિક
રાશન સહાય
(૫) ગરીબ છોકરીઓ ને શાદી
માટે સહાય
જો તમે પણ આવા
જરૂરતમંદ લોકોની મદદ કરી
સવાબ ના ભાગીદાર બનવા
માંગતા હોય અને હદીસ
રસૂલુલ્લાહ સ. અ. વ.
(લોકોમાં સૌથી સારો માણસ
એ છે જે લોકોના માટે
ફાયદારૂપ બને) ના અનુસાર
લોકોમાં બેહતર બનવા માંગતા
હો તો અમારી સાથે આવો
આપણે સાથે મળીને ખલકે
ખુદા ની સેવા કરીએ.........
વધુ માહીતી માટે અમારો સંપર્ક કરો....
મો.9998103298
મો.9724524410
લી. નુસરતુલ ઉમ્મત વેલ્ફર ટ્રસ્ટ

0 Comments